આજે દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી શપથ લેશે. તેમની છબી હવે સવા કરોડ દેશવાસીઓ માટે હોવાથી ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. સમાચારો મુજ્બ, તેમની શપથવિધિમાં મુસ્લિમો પણ પૂરતી સંખ્યામાં હાજર રહે એવી સંઘ અને મોદીની પોતાની પણ ગણતરી છે.
સામાન્ય રીતે મોદીને મુસ્લિમ સમાજમાં મુસલમાનોના વિરોધી માનવામાં આવે છે. જો કે, તેમની નજીક ગણાતા મુસ્લિમ વેપારી ઝફર સરેશવાલાનું માનીએ તો, મોદી જરાય મુસ્લિમ વિરોધી નથી. તેમના દાવા મુજ્બ, અત્યાર સુધી મોદી 13 મુસ્લિમ યુવાનોને જેલમાંથી છોડાવી ચુક્યા છે. જ્યારે પણ માસુમ લોકોને પોલીસે પકડ્યા અને જો તપરિવારજનોએ મોદીજીને પત્ર લખી અરજ કરી છે ત્યારે તેમણે જાતે જ રસ લઇ મુસલમાનોને જેલમાંથી છોડાવ્યા છે.
મોદીને ઇસ્લામ વિશે સારો એવો અભ્યાસ અને જાણકારી છે. તેઓ ઘણા મુસલમાનો કરતાં પણ ઇસ્લામ વિશે વધુ જાણકારી ધરાવે છે એમ સરેશવાલા કહે છે. તે કહે છે કે, તેમણે અમારા પયંગબર સાહેબના જીવન પર પુસ્તક પણ વાંચ્યું છે. તેમણે હદીસ પણ વાંચેલી છે. એક દાખલો આપતાં તે કહે છે કે, એકવાર મુસલમાનોનું એક પ્રતિનિધમંડળ મોદીજીને મળવા ગયું. મોદીએ એ બધાને હદીસ સંભળાવ્યું જેમાં કહેવાયું છે કે શિક્ષણ મેળવવું એ દરેક મુસલમાનનું કર્તવ્ય છે. આ પહેલો ધર્મ છે જેણે શિક્ષણને આવશ્યક બનાવ્યું છે. પણ આજે એ જ ધર્મમાં શિક્ષણ કેમ ઓછું છે?
મોદીએ જવાબ આપ્યો કે હા, યે મેરે કાલ કા કલંક હૈ, ઔર ઉસે મુઝે ધોના હૈ…“. કેમ આવું કહ્યું મોદીએ? વાંચવા ક્લિક કરો આગળની સ્લાઇડ
લેખિકા મધુ કિશ્વર દ્વારા લિખિત પુસ્તક ‘મોદી, મુસ્લિમ અને મીડિયા’નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં આજ સુધી ન આવી હોય એવી ઘણી બધી બાબતો સામે આવી છે. ઉપરનો આખો પ્રસંગ પણ એ જ પુસ્તકમાં છે. એ આખો પ્રસંગજાણીતા ઉધોગપતિ અને મોદીના સમર્થક ઝફર સરેશવાલાના શબ્દોમાં છે.