Home / Sports / Cricket / ઇંગ્લેન્ડના પ્રવાસ જતા પહેલા ભારતીય ખેલાડીઓએ તોડ્યો નિયમ

ઇંગ્લેન્ડના પ્રવાસ જતા પહેલા ભારતીય ખેલાડીઓએ તોડ્યો નિયમ

મુંબઈ. ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ત્યારે તેના બદલાયેલા ડ્રેસ કોડને જોઈને બધા આશ્ચર્યચકિત થયા હતા. ભારતીય ખેલાડીઓએ પરંપરાગત ટ્રાઉઝર અને ટી શર્ટના સ્થાને ટ્રેક પેન્ટ પહેરીની જૂનો નિયમ તોડ્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ ખેલાડીઓએ વિનિંતી કરતા તેમને પ્રોટોકોલમાં છુટ આપવામાં આવી હતી. ખેલાડીઓએ બીસીસીઆઈના ડ્રેસ કોડ પ્રોટોકલમાં થોડી છુટ આપતા કેઝ્યુઅલ ડ્રેસ પહેરવાની રજા આપી હતી.
કાર્યક્રમોમાં પહેરશે બ્લેઝર
બીસીસીઆઈના સચિવ સંજય પટેલ આ વાતની પૃષ્ટી કરતા જણાવ્યું હતું કે, ‘‘ઇંગ્લેન્ડની સફર ઘણી દૂર હોવાના કાણે ખેલાડીઓએ બ્લેઝર ન પહેરવાની વિનિંતી કરી હતી. જેને બીસીસીઆઈએ માની હતી. 6-7 કલાકની યાત્રા દરમિયાન ફોર્મલ કપડા પહેરવાથી રાહત રહે છે. જેથી અમે ખેલાડીઓની વાત માની હતી. ખેલાડીઓ કાર્યક્રમમાં બ્લેઝર પહેરશે. ’’
બિઝનેસ ક્લાસમાં પ્રવાસ
ભારતના ક્રિકેટરો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇકોનામી ક્લાસમાં નહી પણ બિઝનેસ ક્લાસમાં ગયા હતા. આ વિશે ખેલાડીઓના મતે લાંબી સફરમાં ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરવાના કારણે શારીરિક રૂપથી થાકી જવાય છે.
આ વિશે બીસીસીઆઈના સચિવ સંજય પટેલ જણાવ્યું હતું કે, ત્રણ કલાકથી વધારે લાંબો પ્રવાસ હોય તો ખેલાડી બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી શકે છે. હંમેશા એ વાત યાદ રાખવી જોઈએ કે બીસીસીઆઈ જે પણ કાંઈ છે તે ખેલાડીઓના કારણે જ છે.

Leave a Reply

Your email address will not be published.