Home / Sports / આઈસીસીના પ્રથમ ચેરમેન તરીકે એન.શ્રીનિવાસનની પસંદગી

આઈસીસીના પ્રથમ ચેરમેન તરીકે એન.શ્રીનિવાસનની પસંદગી

મેલબોર્ન. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસનની આઈસીસીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આઈસીસીની ગર્વર્નિંગ બોડીમાં ફેરફાર કર્યા બાદ એન.શ્રીનિવાસન આઈસીસીના પ્રથમ ચેરમેન બન્યા છે. મેલબોર્નમાં યોજાયેલી આઈસીસીની એન્યુલ કોન્ફરન્સમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે શ્રીનિવાસન આગામી સપ્તાહમાં પોતાનો કાર્યભાર સંભાળે તેવી સંભાવના છે. ઉલ્લેખનિય છે કે શ્રીનિવાસનને આઈસીસીના ચેરમેન પદ સંભાળવાથી રોકવા માટે બિહાર ક્રિકેટ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે  મનાઈ કરી હતી. આ પછી શ્રીનિવાસનનો ચેરમેન બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો
પ્રથમ ચેરમેન
આઈસીસીની ગર્વર્નિંગ બોડીમાં ફેરફાર કર્યા બાદ એન.શ્રીનિવાસન આઈસીસીના પ્રથમ ચેરમેન બન્યા છે. અત્યાર સુધી બધા અધિકારો આઈસીસીના અધ્યક્ષ પાસે રહેતા હતા. જોકે હવે બધા અધિકારો ચેરમનને આપવામાં આવ્યા છે. બાંગ્લાદેશના મુસ્તુફા કમાલને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
શ્રીનિવાસન રહ્યા વિવાદમાં
ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે એન.શ્રીનિવાસન વિવાદમાં રહ્યા હતા. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન ઉપર સટ્ટાબાજીનો આરોપ લાગ્યો હતો. તટસ્થ તપાસ માટે સુપ્રિમ કોર્ટે શ્રીનિવાસનને બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી દૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.