દુનિયાભરમાં અમેરિકી નૌસેનાનો ડંકો વાગે છે. ડિસેમ્બર 1941માં પર્લહાર્બર પર હુમલાથી આ નૌસેનાને ખુબ નુકસાન થયુ હતુ. ત્યારબાદ તે ઝડપથી વધુને વધુ તાકાત સાથે સામે આવ્યુ. અત્યાધુનિક યુદ્ધજહાજના બળ પર સમુદ્રમાં ધાક જમાવનાર અમેરિકી નૌસેનાને ઓગષ્ટ 1942માં યુએસએસ લોવા મળી ગયુ હતુ. 270 મીટર લાંબુ આ એવું ચોથુ યુદ્ધ હતુ, જેનું નામ દેશના 29માં રાજ્ય પર હતુ.
આમાં 406 એમએમ (16ઈંચ)ની નવ તોપ લાગેલી હતી, જે પરમાણુ બોમ્બ છોડવા સક્ષમ હતી. આ પ્રકારની ક્ષમતા ધરાવતું આ પહેલુ યુદ્ધજહાજ હતુ. તેમાંથી બોંબમારો કરતા પહેલા મીડિયાને બોલાવાયુ હતુ. નવ તોપોથી એક સાથે બોમ્બાર્ડિંગનું દ્રશ્ય ખુબ ભયાનક હતુ. આ પરિક્ષણથી દુનિયામાં એવો સંદેશ ગયો કે અમેરિકી નૌસેના પહેલા કરતાં ઘણી વધારે તાકતવર બની ગઈ છે.
અમેરિકી નૌસેનાએ યુએસએસ લોવાને દ્વિતીય વિશ્વયુદ્ધમાં તૈનાત કર્યુ હતુ. ત્યાં તેણે અનેક ઈતિહાસ સર્જ્યા છે. આના જેવા છ યુદ્ધજહાજનો ઓર્ડર હતો. યુદ્ધ ખતમ થતા જ બે યુદ્ધ જહાજનો ઓર્ડર કેન્સલ કરી દેવાયો હતો. બે વાર રિકમીશન બાદ યુએસએસ લોવાને 1990માં અંતિમ રૂપથી ડિકમીશન કરાયુ હતુ.