બીજિંગ. ફૂટબોલનો ફિવર વિશ્વભરમાં છવાયેલો છે અને પ્રશંસકો તેના રંગમાં રંગાઈ ગયા છે. જોકે આ બધા વચ્ચે ચીનમાં ફિફા વર્લ્ડકપની ઉજવણી અનોખા અંદાજમાં કરવામાં આવી રહી છે. ચીનમાં કિચડમાં ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં 32 ટીમો કિચડમાં ગોલ લગાવવા માટે ઝઝુમી રહી છે. બીજિંગમાં આયોજીત આ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં યુવાઓએ કિચડમાં પડીને કિક લગાવી અને શોટ ફટકાર્યા હતા.
32 ટીમોએ લીઘો ભાગ
ચીનની એક ન્યૂઝ સાઇટના જણાવ્યા પ્રમાણે ફિફા વર્લ્ડકપની ઉજવણી કરવા માટે આયોજીત આ મડ ફૂટબોલ ટૂર્નામેન્ટ (કિચડમાં રમાનાર ફૂટબોલ)માં ચીનની 32 ટીમોએ ભાગ લીઘો હતો. આ સ્પર્ધામાં યુવતીઓએ પણ ભાગ લીધો હતો. આવી ટૂર્નામેન્ટો ચીનમાં ઘણી વખત યોજાય છે. જેમાં યુવાનો હોશે હોશે ભાગ લેશે.