*નર્મદા દરવાજા મુદ્દો: વરસ્યો એટલો ‘ગાજ્યો’ નહીં!
*હાઉસિંગ ડ્રો છબરડો: મોદીની ગેરહાજરી ઉડીને આંખે વળગી
*પોલીસ અને કાયદો વ્યવસ્થા
આ ત્રીસ દિવસમાં બનેલી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે. હાઉસિંગ ડ્રોમાં છબરડો થયો અને નરેન્દ્ર મોદી યાદ આવી ગયા. મોદીએ ફેબ્રુઆરીમાં અનેક ડ્રો કર્યા એક પણ છબરડો થયો ન હતો, જ્યારે આનંદીબેનના વહીવટમાં થયેલા પ્રથમ જ ડ્રોમાં લોકોનો હાઉસિંગ ડ્રો પરથી ભરોશો ઉઠી જાય તેવા ગોટાળા સામે આવ્યા. એ જ રીતે નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી જો મોદીકાળમાં મળી હોત તો કદાચ તેની ઉજવણી અને ઉત્સવો આજ દિવસ સુધી ચાલતા હોત.
સામા પક્ષે આનંદીબેને પોલીસદળમાં 33 ટકા મહિલા અનામત જાળવવાની જાહેરાત કરી. મોદીએ શરૂ કરેલા પ્રવેશોત્સવને આગળ ધપાવ્યો. તેમજ અમુક કાર્ય માટે અધિકારીઓને 100 દિવસના ટાર્ગેટ આપ્યા.
ત્યારે દિવ્યભાસ્કર ડોટ કોમ પ્રસ્તુત કરે છે નરેન્દ્ર મોદી વિનાના ગુજરાતના ત્રીસ દિવસોના લેખા-જોખા, મહત્વપૂર્ણ ઘટનાઓનું સરવૈયુ કે મોદી ન હતા તેથી શું થયુ કે મોદી હોત તો શું થાત?