જૂલાઇ સીરીઝની આજે સારી શરૂઆત થઇ, પરંતુ બપોરે બજારે પોતાની તમામ તેજી ગુમાવી દીધી અને ફરીથી બજાર ગઇકાલની સપાટીની આસપાસ આવીને ઉભું રહી ગયું. અંતમાં સેન્સેક્સ અને નિફ્ટી નજીવી મજબૂતી સાથે બંધ રહ્યો. નિફ્ટી 7500ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો.
બીએસઇ ખાતે સેન્સેક્સ 37 અંકની નજીવી તેજી સાથે 25100ની સપાટી પર બંધ રહ્યો છે. ત્યાં એનએસઇ ખાતે નિફ્ટી 16 અંકની તેજી સાથે 7509ની સપાટી પર બંધ રહી છે.
બીએસઇ ખાતે સેન્સેક્સ 37 અંકની નજીવી તેજી સાથે 25100ની સપાટી પર બંધ રહ્યો છે. ત્યાં એનએસઇ ખાતે નિફ્ટી 16 અંકની તેજી સાથે 7509ની સપાટી પર બંધ રહી છે.
સવારે ખૂલતા બજારે
વૈશ્વિક બજારોમાં મિશ્ર પ્રતિસાદની વચ્ચે આજે ભારતીય શેર બજારો ઉપલા મથાળે ખૂલ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ સવારે 9.18 વાગ્યે 107 અંકની તેજી સાથે 25170 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 36 અંકની તેજી સાથે 7529 પર ટ્રેડ થઇ રહી હતી.
ડોલરની સરખામણીમાં રૂપિયામાં નજીવી તેજી જોવા મળી રહી છે. 1 ડોલરની સામે રૂપિયો 5 પૈસાની તેજી બાદ 60.09 પર ખૂલ્યો છે. ગુરૂવારના રોજ રૂપિયો 60.14 પર બંધ રહ્યો હતો.