Home / Sports / Cricket / બીજી ટેસ્ટ: ટેસ્ટ બચાવવા ઇંગ્લેન્ડ મરણિયું, પ્રસાદની પાંચ વિકેટ

બીજી ટેસ્ટ: ટેસ્ટ બચાવવા ઇંગ્લેન્ડ મરણિયું, પ્રસાદની પાંચ વિકેટ

પાંચમા દિવસે ટી સમયે ઇંગ્લેન્ડ ૭/૧૭૩, પ્રસાદની પાંચ વિકેટ
ઝડપી બોલર ધમિકા પ્રસાદના શાનદાર બોલિંગ પ્રદર્શનની મદદથી પ્રવાસી શ્રીલંકાએ અહીં રમાઇ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને પરાજય તરફ ધકેલી દીધું હતું. બીજી તરફ ઇંગ્લેન્ડે ટેસ્ટ બચાવવા માટે મરણિયા પ્રયાસ કર્યા હતા. પાંચમાં દિવસે ટી સમયે ઇંગ્લેન્ડે સાત વિકેટના નુકસાને ૧૭૩ રન કર્યા હતા. તે સમયે મોઇન અલી પ૬ રને તથા ક્રિસ જોર્ડન નવ રન બનાવીને રમતમાં હતા. ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે ૧૭૭ રનની જરૂર હતી જ્યારે તેની ફક્ત ત્રણ વિકેટ જ બાકી હતી. ટી બાદ ત્રીજા સત્રમાં હજી પણ ઓછામાં ઓછી ૪૦ ઓવરની રમત બાકી હતી.
અગાઉ ઇંગ્લેન્ડે પાંચમાં દિવસે બીજા દાવમાં પાંચ વિકેટે પ૭ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જોઇ રુટ અને મોઇન અલીએ ધીમી શરૂઆત કરીને ટીમને પરાજયથી બચાવવાના પ્રયત્નો કર્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે ૩૦ ઓવરમાં ૬૭ રનની ભાગીદારી નોંધાઇ હતી. જોઇ રુટે ૧૦૮ બોલમાં ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ મોઇન અલી ૧૬૨ બોલમાં આઠ બાઉન્ડ્રીની મદદથી પ૬ રન કરીને રમતમાં હતો. શ્રીલંકાના ઝડપી બોલર ધમિકા પ્રસાદે ઘાતક બોલિંગ કરીને ઇંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ધમિકા પ્રસાદે ૩૯ રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત ન્યૂવાન પ્રદીપ અને રંગણા હેરાથે એક-એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published.