Home / Entertainment / Bollywood / 3 સપ્તાહમાં સવા કરોડથી વધુ લોકોએ જોયુ ‘હેટસ્ટોરી 2’નું ટ્રેલર

3 સપ્તાહમાં સવા કરોડથી વધુ લોકોએ જોયુ ‘હેટસ્ટોરી 2’નું ટ્રેલર

‘હેટ સ્ટોરી 2’નું ટ્રેલરે વ્યૂઅરશીપ મામલે નવો વિક્રમ કર્યો છે, ગત 5 જુન 2014ના રોજ યુટ્યુબ પર મુકવામાં આવેલા ટ્રેલરને અત્યાર સુધીમાં એક કરોડ 20 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. આ ફિલ્મ વર્ષ 2012માં રીલિઝ થયેલી ‘હેટ સ્ટોરી’ની સિકવલ છે. જેમાં પાઉલી ડામ અને ગુલશન દેવૈયાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ બોલ્ડ કોન્ટેન્ટને લઈ ખબ ચર્ચામાં રહી હતી.
જ્યારે સિકવલ ‘હેટ સ્ટોરી 2’માં સુરવીન ચાવલા, જય ભાનુશાલી અને સુશાંતસિંહે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનું વિશાલ પંડ્યાએ નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ તેની વિષય વસ્તુને કારણે પહેલેથી જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મના ગીત અને પ્રોમોમાં બતાવવામાં આવી રહેલા સીન્સ પર સેન્સર બોર્ડે પણ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ ફિલ્મ મેકર્સે તે સીન્સ હટાવી દીધા હતાં. તેમછતાં આ ફિલ્મનું ટ્રેલર હજુ પણ બોલ્ડ છે.
આ ફિલ્મથી જય ભાનુશાલી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. જ્યારે સુરવીને વર્ષ 2011માં ‘હમતુમ ઔર શબાના’માં મહેમાન કલાકારની ભૂમિકા નિભાવી હતી. વર્ષ 2013માં રીલિઝ થયેલી ‘હિંમતવાલા’માં પણ નાનકડી ભૂમિકા કરી હતી. જોકે મુખ્ય અભિનેત્રી તરીકે સુરવીનની પહેલી ફિલ્મ છે.
ફિલ્મના મુખ્ય સ્ટાર જય અને સુરવીને ટીવી જગતમાં ખૂબ નામના મેળવી છે. જયે એકતા કપૂરના શો ‘કયામત’માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તો બીજી તરફ સુરવીને એકતા કપૂરના શો ‘કહીં તો હોગા’, ‘કસૌટી જિંદગી કી’ અને ‘કાજલ’માં મુખ્ય ભૂમિકા કરી છે. સીરિયલ્સની સાથે સાથે તેમણે ડાન્સીગ શો ‘એક ખિલાડી એક હસીના’ અને કોમેડી શો ‘સર્કસ કે સુપરસ્ટાર્સ’ જેવા હોસ્ટ કરી ચુકી છે. તેમણે વર્ષ 2011માં રીલિઝ થયેલી પંજાબી ફિલ્મ ‘ધરતી’ દ્વારા સિલ્વર સ્ક્રિન પર અભિનયની શરૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.